શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહિ ?
ઇલેક્ટ્રૉન બિંદુ-રચના દોરો.
$(a)$ પ્રોપેનોન
$(b)$ $F_2$
સમાનધર્મી શ્રેણી એટલે શું ? ઉદાહરણ સહિત સમજાવો.
નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો :
$(i)$ ઇથેનોઇક ઍસિડ $(ii)$ બ્રોમોપેન્ટેન$^*$
$^*$ શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે ?
લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી (Paddle) સાથે પછાડે છે. બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વૉશિંગ મશીનમાં ક્ષોભિત (ખુબ જોરથી હલાવે) (agitate) કરે છે. સાફ કપડાં મેળવવા માટે તેને ઘસવાની જરૂર શા માટે પડે છે ?